સૂર સ્નેહનું સગપણ

પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો

સૂર સ્નેહનું સગપણ

Gitarist images

હું ૧૦:૨૩ની ટ્રેઈન પકડવા ૩૪મી સ્ટ્રીટ સબવૅ પર ધસતો હતો. અચાનક મારા જાણીતા સૂરો કાને પડ્યા. ટેવાયલા કાને મગજને ઈશારો કર્યો. મગજે પગને આજ્ઞા આપી. પગ થંભી ગયા. ગિટાર પર એ.આર.રહેમાનના બોમ્બે ડ્રીમના નંબર ગુંજતા હતા.પાછું વળીને જોયું તો પાંત્રીશેક વર્ષનો મ્યુઝિસિયન ગિટાર પર ખૂબ સરસ રીતે સૂરો વહાવતો હતો. ‘રશ અવર’ની દોડધામમાં પણ કેટલાક રસિકો બે ત્રણ મિનિટ થોભતા. કોઈક ડોલર બે ડોલર કે થોડું પરચુરણ ખુલ્લા રાખેલા રસિકો ગિટાર બોક્ષમા નાંખી ટ્રેઈન પકડવા રોજીંદી દોડમા આગળ વધતાં.

હું થોભ્યો. બે-ત્રણ મિનિટ નહીં પણ પૂરી વીશ મિનિટ એને સાંભળતો રહ્યો. એનું સંગીત બીજા કરતાં કંઈક વિશિષ્ટ હતું. ઘડીકમા અમેરિકન જાઝ તો બે ત્રણ મિનિટમા એરેબિયન ત્ટ્યુન અને ત્યાંથી ભારતીય જોનપુરી. વૈશ્વિક સંગીતનો સરળ પ્રવાહ વહેતો હતો. મારી મીટિંગનો સમય પણ ભૂલાઈ ગયો. મારા હાથમા કે ગળામાં સંગીત ન્હોતું. મેં કોઈ જાતનું સંગીત શિક્ષણ લીધું ન્હોતું પણ મારા કર્ણને સૂર અને તાલ સાથે કુદરતી લગાવ છે. હું…

View original post 2,036 more words