oshriadhekrishnaBole,,RadheRadhe,,RadheGovind Hari Radhe Govind,,,Hare Hare,,
પરશુરામ
/નવભારત/પ્રથમ આવૃત્તિ:1984/પાના:177થી 183
ભાગવતમાં પરશુરામ અને રામના અવતારની વાત છે. પરશુરામનો અવતાર શા માટે થયો? એ કાંઇ પહેલેથી અવતાર નથી. ધીમે ધીમે એની શક્તિ વધતી જાય છે, ત્યારે અવતારી પુરુષ તરીકે એનું વર્ણન થાય છે.
પરશુરામનો બાપ જમદગ્નિછે. એ બહુપુરાણો જમાનો છે.હજારો વર્ષ પહેલાંની વાત છે.
એ વખતે બે વર્ગો પ્રબળ હતા. બ્રાહ્મણો અને ક્ષત્રિયો. બ્રાહ્મણોના હાથમાં શાસ્ત્ર હતું, ક્ષત્રિયોના હાથમાં શસ્ત્ર હતું. બ્રાહ્મણો, ક્ષત્રિયોને શાસ્ત્ર આપે નહિ અને ક્ષત્રિયો બ્રાહ્મણોને શસ્ત્ર આપે નહિ. ક્ષત્રિયો આ લોકની બીક દેખાડે; બ્રાહ્મણો પરલોકની. આ બે વર્ગો વચ્ચે વિગ્રહ ચાલ્યા જ કરતો. પરંતુ મોટે ભાગે સમતોલતા જળવાઇ રહેતી, કારણકે બન્નેની પોતાની પ્રતિષ્ઠા હતી. બન્ને સમાજને ઉપયોગી એવું કામ કરતા હતા.
આ સમયે સહસ્ત્રાજુન નામે એક રાજા થયો. સહસ્ત્રાર્જુન એટલે જેને સહસ્ત્ર ભુજાઓ હતી. સહસ્ત્ર ભુજાઓ એની પાસે હોય કે ન હોય, પણ એમ કહી શકાય કે એની પાસે સહસ્ત્ર અનુચરો –હજારો સૈનિકો હતા અર્થાત્ હજાર હાથવાળા માનવીમાં જેટલી શક્તિ હોય, તેટલી શક્તિ…
View original post 2,306 more words